દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો

News ભારત

ગરમીથી લોકોને મોટી રાહત, પ્રદુષણમાં ઘટાડો

શ્રીનગર,
દિલ્હી, નોયડા સહિત એનસીઆરના વિસ્તારમાં આજે સવારમાં તીવ્ર પવનની સાથે ભારે વરસાદ થતા તીવ્ર ગરમીમાં લોકોને રાહત થઇ હતી. સવારમાં વરસાદ સાથે દિવસની શરૂઆત થયા બાદ માહોલ રંગીન બન્યો હતો. જા કે આના કારણે ગરમીથી પણ લોકોને રાહત મળી હતી. આના કારણે હવાની ગુણવત્તામાં સુધારો થઇ રહ્યો છે. વરસાદની સાથે સાથે તીવ્ર વન ફુંકાતા સવારમાં લોકોને રાહત થઇ હતી. કાળા વાદળોના કારણે અંધારપટની Âસ્થતી રહી હતી. દિલ્હીના મંડીહાઉસ અને શા†ી ભવનની આસપાસ ભારે વરસાદ થયો હતો. સવારમાં વરસાદના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની Âસ્થતી રહી હતી. કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની Âસ્થતી રહી હતી. સવારનો સમય હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામવો કરવો પડ્યો હતો. લોકો જુદી જુદી જગ્યાએ અટવાયા હતા. બીજી બાજુ દિલ્હીમાં વરસાદના કારણે પ્રદુષણના ધુળથી હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો. દરમિયાન ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા ગઇકાલે જ આગામી કરવામાં આવી છે કે મોનસુન ચોથી જૂનના દિવસે સત્તાવારરીતે કેરળના દરિયાકાંઠે આવી પહોંચશે. સાથે સાથે જુલાઈના મધ્ય સુધી સમગ્ર દેશમાં મોનસુન આવરી લેશે. સમયસર વરસાદના પરિણામ સ્વરુપે ડાંગર, સોયાબીન અને કપાસ જેવા પાકની ખેતી પણ સમયસર શરૂ થઇ શકશે. સ્કાયમેટ દ્વારા આપવામાં આવેલી માહિતી ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મોનસુનની કેરળ પહોંચવા માટેની તારીખ પહેલી જૂન હતી પરંતુ આ વખતે થોડાક મોડાથી કેરળ પહોંચવાની શક્યતા છે. મોનસુન મોડેથી હોવાના અહેવાલની સાથે સાથે એવી માહિતી પણ મળી રહી છે કે, આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ થશે. આ સિઝન દેશના તમામ ચાર ક્ષેત્રોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થશે. પૂર્વ, પૂર્વોત્તર, મધ્ય ભારત, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દ્વીપની સરખામણીમાં ઓછો વરસાદ થશે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *