પર્લ પુરી અને ઇશિતા દત્તા કલર્સના બેપનાહ પ્યારમાં દેખાશે

News મનોરંજન

કલર્સ વધુ એક બિનપરંપરાગત પ્રેમ કહાણી બેપનાહ પ્યાર લોન્ચ કરવા સુસજ્જ છે. દર્શકોને રસ જગાડે તેવા જકડી રાખનાર વર્ણન સાથે, કહાણી પોતાની પત્ની, બાનીના રહસ્યમય મૃત્ય પછી ભારે દેવાથી પીડાઇ રહેલ રઘબીરની મુસાફરીનું વૃત્તાંત હશે.  પોતાની જકડી રાખનાર સ્ટોરીલાઇનને ધ્યાનમાં રાખતાં, શો મોહક સ્ટાર કાસ્ટ વડે પોતાના દર્શકોને ખુશ કરી દેવાની ખાતરી છે. ટેલિવિઝનના ચોકલેટ બોય, પર્લ પુરીને ‘રઘબીર મલ્હોત્રા’નું પાત્ર ભજવવા ઉતારવામાં આવેલ છે. મુખ્ય નાયક, રઘબીર, એક અતિ ધનાઢ્ય વ્યવસાયી છે જે હોટેલ્સની વૈશ્વિક શ્રૃંખલા ધરાવે છે. મહત્વાકાંક્ષુ અને મક્કમ મગજનું વ્યક્તિત્વ, એવા એમણે પોતાની જાતને પોતાના કામમાં મશગુલ કરી દીધેલ છે અને પોતાના માટે કોઇ સમય કાઢતા નથી. બીજું એક રસપ્રદ પાત્ર, પલક ઝગમગતી ઇશિતા દત્તા ભજવશે. ઇશિતા એક એવી છોકરીની ભૂમિકા ભજવશે જે અતિશય ધરાતળ પર જીવનારી છે.
Image result for Pearl Puri and Ishita Duttaપાત્ર અને શો અંગે ટિપ્પણી કરતાં, પર્લ પુરી કહે છે, “રઘબીરના પાત્રમાં દાખલ થવાનું, હું જે શોધી રહેલ હતો તે પડકાર છે. તે પોતાના વ્યક્તિત્વમાં વિભિન્ન રંગછટાઓ સાથેનું એક જટિલ પાત્ર છે જે દર્શકો વખતની સાથે સામજશે. હેપ્પી–ગો–લક્કી ગાયમાંથી તેની આખી દુનિયા ક્કડભુસ થઇ જાય છે અને જીવન પ્રત્યેનો તેનો દ્રષ્ટિકોણ બદલાઇ જાય છે. કલર્સ અને બાલાજી દ્વારા આપવામાં આવેલ આ તક બાબતે હું ઉત્તજીત છું અને મારા ભાગને હું એકદ્દમ ઉચિત રીતે ભજવવાની ખાતરી આપું છું.”
ઇશિતા દત્તાએ ઉમેરો કર્યો, “હું એક તીક્ષ્ણ અને પોતાના કામ પ્રત્યે અત્યંત સમર્પિત એવી પલકની ભૂમિકા ભજવી રહેલ છું. અગાઉ પણ મેં પાડોશની કોઇક છોકરી હોય તેવી ભૂમિકાઓ ભજવ છે પણ પલકનું પાત્ર કુતુહલપૂર્ણ છે અને એ જ મને રોમાંચિત કરી ગયેલ છે. બાલાજી સાથે મારો આ પહેલો શો છે અને મને આનંદ છે કે તે કલર્સ પર છે. હું આ મુસાફરી પલક તરીકે કરવા રાહ જોઇ રહેલ છું અને મને ખાતરી છે કે અમારા દર્શકો માર્ગમાં જે વળાંક આવવાનો છે તેનાથી દર્શકો અભિભૂત થઇ જશે.”

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *