ડાન્સ દીવાને સીઝન ૨ સાથે ડાનિસંગ દીવા માધુરી દિક્ષિત TV પર પાછી ફરે છે

News મનોરંજન

ડાન્સ દીવાનેની સફળ સીઝન પછી, કલર્સ એક વખત ફરીથી ભારતની ૩ પેઢીઓને, એક ભવ્ય મંચ પર પરફોર્મ કરવા તથા ડાન્સ માટેની પોતાની ઘેલછાનું પ્રદર્શન કરવાની તક પ્રસ્તુત કરે છે. બીજી સીઝન મનોરંજનનો બમણો ડોઝ હોવાની અપેક્ષા રખાય છે જે ડાન્સ અને મનોરંજન માટેની વધુ દીવાનગીની ખાતરી છે.
Related imageજજિસ તરીકેની પોતાની ભૂમિકા પર દર્શકોના મનપસંદ હોસ્ટ, અર્જુન બિજલાની સાથે પુનઃ આવવા હશે બોલીવુડની ડાન્સિંગ દીવા, માધુરી દિક્ષિત, પ્રથમ ક્રમાંકના ડાયરેક્ટર શશાંક ખૈતાન અને નિપૂણ કોરિયોગ્રાફર, તુષાર કાલિયાની ત્રિપુટી. ત્રણ પેઢીઓ પાસેથી દર્શકોને જોવા મળશે તે વિવિધ પ્રતિભાનું વર્ણન કરતી શો માટેની વીડિયો માટે આ ત્રિપુટી અને હોસ્ટે તાજેતરમાં એક મ્યુઝિક વીડિયો શોટ કર્યો હતો. વડિયો મઢ, મલાડના ઇરાન્ગલ ગામ તરીકે ઓળખાતી એક વસ્તીમાં શોટ કરવામાં આવ્યો હતો. વીડિયો માટે ઝળહળતી માધુરી દિક્ષિતે વીડિયો માટે થઇને બે વેશ ધારણ કર્યા હતાં. એકમાં તેણીએ ઝગારા મારતો ચળકતો ગાઉન પહેર્યો હતો અને બીજામાં તેણીએ લાલ પારદર્શક દુપટ્ટા સાથે ફૂલોવાળા ચણિયા ચોળી પહેર્યાં હતાં. મ્યૂઝિક વીડિયો તુષાર કાલિયા દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યો હતો અને લોકપ્રિય ગીત ‘સારા ઝમાના હસીનોં કા દીવાના’ પર પરફોર્મ કરવામાં આવનાર છે જે ‘સારા ઝમાના ડાન્સ કા દીવાના’ એમ ગણગણવામાં આવેલ છે. માધુરી દિક્ષિત વીડિયોમાં પોતાના ખાસ સ્ટેપ્સનો પણ ઉમેરો કરેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શૂટિંગ આખો દિવસ ચાલ્યું હતું અને દઝાડતી ગરમી હોવા છતાં પણ અભિનેત્રી હજી પણ ફલોલેસ લાગે અને પોતાના ચહેરા પર નિરંતર મલકાટ જાળવી રાખે છે.
શો જૂનમાં પ્રીમિયર કરશે અને ત્રણ પેઢીઓમાંથી નોંધપાત્ર ડાન્સર્સનું નિરૂપણ કરશે જેઓ ફાન્સ માટેની પોતાની ઘેલછા દર્શાવશે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *