કલર્સના કિચન ચેમ્પિઅનના સેટસ પર ચન્કી પાંડે ભાવુક થાય છે

News મનોરંજન

ગ્રાન્ડ ફિનાલેને વધુ યાદગાર બનાવવા બોલીવુડના સ્ટાર્સ ચંકી પાંડે અને નીલમ કોઠારી કિચન ચેમ્પિઅનનું બહુવાંછિત બિરૂદ જીતવા એક બીજાની સામે સંઘર્ષ કરશે. ગ્રાન્ડ ફિનાલે એપિસોડ માટેની થીમ હશે બોલીવુડ, જ્યાં ત્રણ બાળક જજિસ વિવિધ આઇકોનિક બોલીવુડ સ્ટાર્સની વેશભૂષામાં જેમ કે ઝીનત અમાન, હેલન અને મિથુન ચક્રવર્તી તરીકે હશે. દર્શકો ચોક્કસપણે અસીમિત મસ્તી માણશે, કેમ કે ચંકી પાંડે અને નીલમ કોઠારી પોતાની લોકપ્રિય ફિલ્મ્સના ગીતો પર ડાન્સ કરતાં, એક બીજાના ટાંટિયા ખેંચતા અને પોતાની મૂવીઝના દ્રશ્યોનું પુનઃસર્જન કરતાં જોવા મળશે.
તમામ મસ્તીભરી ક્ષણો માંહે જ શોના હોસ્ટ અર્જુન બિજલાનીએ ચંકી પાંડેને પોતાના વિચારો વ્યક્ત કરવા કહ્યું કેમ કે તેમની પુત્રી અનન્યા પાંડે મૂવી ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર– ૨’ વડે બોલીવુડમાં પદાર્પણ કરી રહેલ છે. જે બાબતે ચંકી લાગણીશીલ થઇ ગયાં અને કહ્યું, “હું મારી દીકરી અનન્યા માટે તેણી જે કાંઇ પણ કરી રહેલ છે તેને માટે ખુશ છું. અનન્યાએ પોતાના વધુ અભ્યાસ અર્થે ન્છમાં એડમિશન મેળવ્યું તે જ વખતે કરણ જૌહર તરફથી ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર– ૨’ માટે કોલ આવ્યો. અનન્યા ખૂબ જ રોમાંચિત હતી કેમ કે આ ખૂબ મોટી તક હતી જે તેણી છોડવા નહોતી માંગતી, તો તેણી ન્છ ન ગઇ અને તેને બદલે ફિલ્મ લેવાનું પસંદ કર્યું. સેટસ પર તેણી આનંદિત હતી કેમ કે તેણી નવી વસ્તુઓ શીખવા માંગતી હતી. પણ એક પિતા તરીકે, હું હજી પણ અનુભવું છું કે મેં તેણીના માટે ખાસ કાંઇ કર્યું નથી, અને હું સાચે જ તેણીની માફી માંગવા ઇચ્છું છું કે હું તેણીના ઘણાં શમણાં પરીપૂર્ણ કરી શકેલ નથી. પણ હવે, મને ખબર છે કે તેણી મને ગૌરવ પમાડશે અને તે તમામ ઇચ્છાઓ પોતાની જાતે પૂરી કરશે.”
કોણ પોતાની પાકકલાથી આગળ આવશે અને કિચન ચેમ્પિઅનનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ જીતશે?

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *