સરિતા જોશી અને વંદના વિઠલાણીએ ઝી ટીવીની હમારી બહુ સિલ્કમાં જોડાયા

News મનોરંજન

“લોગ ક્યા કહેંગે” આ વાક્યએ આપણા દેશનું કદાચ સૌથી વધુ દુરુપિયોગીત શબ્દસમૂહ છે. ખાસ તો, જ્યારે મહિલાઓ દ્વારા પસંદગી કરવામાં આવેલાના સંદર્ભમાં. દરરોજ, મહિલાઓ પોતાની જાતને આ સામાજિક નિયમો, સંમેલનો અને નૈતિક્તાથી બંધાયેલી છે, જો તમે તેનો પાલન કરવાની હિંમત ન ધરાવતા હોય તો, લોકો તેને જજ કરે છે અને તેમને ચારિત્ર્યહિનનું લેબલ આપી દે છે. દર્શકોની સામે રજૂ કરવામાં આવે છે, હળવાશ પૂર્ણ અને દરેક ભારતીયોના જીવનના આ અત્યંત મહત્વપૂર્ણ વિષયને સરળતાથી સમજાવે છે, ઝી ટીવીનો કાલ્પનિક શો, ‘હમારી બહુ સિલ્ક’.

Related image

આ વાર્તા, એક સ્માર્ટ, યુવા મધ્યમવર્ગિય છોકરી પાખીની આસપાસ ફરે છે, જે તેના પરિવારને સપોર્ટ કરવા માટે એક નોકરી શોધે છે અને એક બી-ગ્રેડની ફિલ્મ અભિનેત્રી નતાશાને મળે છે, જેનો દેખાવ તો, ખૂબ જ સારો છે, પરંતુ તેન અવાજ અત્યંત તિરસ્કૃત છે. આને એક તક તરીકે લઇને પાખી નક્કી કરે છે, તેનો અવાજ બનવાનું અને નતાશા અભિનિત બિગ્રેડની ફિલ્મમાં ડબિંગ કલાકાર તરીકે કામ કરવાનું નક્કી કરે છે. નતાશાના ચાહકોને ટાઈટલેટ કરવા માટે તે તેના અવાજનો ઉપયોગ કરે છે અને તેનાથી તેમની આ પ્રક્રિયાનો અંત આવે છે. પાખીના ઉદાહરણ દ્વારા આ વાર્તા આપણા સમાજના મહિલાઓ પર મૂકવામાં આવેલા નિયમોને પડકારે છે, ખાસ તો, તે ક્યાં પ્રકારની નોકરી સ્વિકારે છે, તે આદરણિય છે કે નહીં, શું તે “સન્માનિત છે”. પરંતુ, જ્યારે તમે સમાજને પડકારો ત્યારે તે તમને સ્વિકારે છે, અને જો ન સ્વિકારે તો, તમે ક્યારેય પ્રેમ, ખુશી, સ્વિકાર, લગ્નસંબંધિત સ્વિકાર્ય છે કે, પછી મોટા ભાગના લોકો અસ્વસ્થતા તમારા રસ્તાને જીવન તરફ દોરી જાય છે? પાખીની આ સ્વિકારવાની મહેનતને જોવા માટે તથા તેના પોતાના લોકો દ્વારા ઓફ-બિટ કારકીર્દીના સ્વિકાર માટે લડતી જોવા અને તે પણ બધા રસપ્રદ પાત્રો અને અત્યંત મસ્તીભરી પરિસ્થિતિ તેના જીવનમાં જે ઉપજી છે, સાથોસાથ તેની બી ગ્રેડ ફિલ્મની ડબિંગ કલાકારની કારકીર્દી, આ બધુ જ અને ઘણું વધુ, હમારી બહુ સિલ્કમાં!

ચાહત પાંડે (પાંખી), રીવા ચૌધરી(નતાશા) અને ઝાન ખાન(નક્ષ)ની સાથે શો પર જોડાશે પ્રખ્યાત કલાકાર સરીતા જોશી અને વંદના વીઠલાની

સરીતા જોશીને અરૂણા પરીખના મજબુત પાત્રમાં જોવા મળશે જે માતૃત્વની આગેવાન મહિલા છે. તે તેની પસંદગી અને નિર્ણયો માટે અત્યંત મજબુત તથા આત્મવિશ્વાસુ છે અને તે માને છે કે, તે જે વિચારે છે અને કરે છે તે હંમેશા સાચું જ છે. તે તેના ગમા અણગમા માટે અત્યંત ચોક્કસ છે અને ફિલ્મ ઉદ્યોગ કે ક્રિએટીવની સાથે નજીકથી કે દૂરથી જોડાયેલા હોય તેવા દરેક લોકોથી વિરુદ્ધ છે. તે તેના પૌત્ર નક્ષને અત્યંત ચાહે છે અને તેના માટે એક સંપૂર્ણપણે યોગ્ય બહુ શોધી રહી છે.

તેના આ પાત્ર અંગે જણાવતા સરિતા જોશી કહે છે, “અરુણાનું પાત્ર કરવું અત્યંત રસપ્રદ છે. તે બા તરીકે જાણીતી છે અને પરિવારમાં પૂજનિય છે. તે અવાજમાં અત્યંત સશક્ત તથા તેના નિર્ણય અંગે એકદમ મજબુત છે તથા તેને તેની આસપાસના લોકોથી શું અપેક્ષા છે અને તેમની પાસેથી શું ઇચ્છે છે, તે તેનામાં સ્પષ્ટ છે. હમારી બહુ સિલ્ક એ એક એવો શો છે, જે મજબુત સંદેશો/વિચારધારા દર્શાવે છે અને હું અત્યંત ખુશી અનુભવું છું કે, હું તેનો હિસ્સો છું. વધુમાં, આ હળવાશભર્યો શો છે અને મને ખાતરી છે કે, દર્શકો તેને માણશે. હું આશા રાખુ છું કે, દર્શકો મને ફરીથી બાના અવતારમાં માણશે!”
જાનકી જોશીના પાત્ર માટે પ્રસિદ્ધ કલાકાર વંદના વિઠલાણી જોડાયા છે. જાનકીએ પાખીની માતા છે, જેની ઇચ્છા તેની દિકરી સારી રીતે ભણી અને સમાજમાં એક સારી અને આદરણીય નોકરી કરે તેવી છે. જ્યારે પાખી અત્યંત મસ્તીખોર અને કોઈપણ બાબત માટે આશાવાદી છે, જાનકીને હંમેશા તેના ભવિષ્યની ચિંતા અને ડર છે.

આ અંગે વંદના વિઠલાણી કહે છે, “હમારી બહુ સિલ્કમાં જાનકી તરીકે રજૂ થવા માટે અત્યંત ઉત્સાહિત છું. તે પાખીની માતા છે અને તેને અત્યંત ચાહે છે. જ્યારે આ શોનો વિચાર મારી પાસે આવ્યો હતો, ત્યારે જ મને તેમાં ખૂબ જ રસ પડ્‌યો હતો અને હું મારી જાતને જાનકી તરીકે ઓનસ્ક્રીન જોવા માટે અત્યંત ઉત્સાહિત છું. વધુમાં, હું દર્શકોનું મનોરંજન કરવા માટે ઉત્સાહિત છું.”

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *