આઇપીએલથી ભારતને ફાયદો રહેશે

News ખેલ જગત

ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ ક્રિકેટની શરૂઆત આડે હવે વધારે દિવસો રહ્યા નથી ત્યારે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ક્રેઝ હવે જાવા મળનાર છે. ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા જ પસંદ કરવામા ંઆવેલા ૧૫ ભારતીય ખેલાડીઓ પૈકી ૧૨ ખેલાડીઓનો દેખાવ આઇપીએલમાં જારદાર રહ્યો છે. આઇપીએલના કારણે તમામ ખેલાડીઓને ફાયદો થશે. ખાસ કરીને વર્લ્ડ કપમાં ભારતને સીધો લાભ થશે. કારણ કે આઇપીએલની પૂર્ણાહુતિ હાલમાં જ થઇ છે. આઇપીએલની મેચો દરમિયાન તમામ ભારતીય ખેલાડીઓને વિશ્વના ટોપના ખેલાડીઓ સાથે રમવાન તક મળી હતી. તેમની પાસેથી અનેક બાબતો જાણવા પણ મળી છે. આવી Âસ્થતીમાં આગામી દિવસોમાં વધારે ફાયદો થનાર છે. કારણ કે વર્લ્ડ કપની શરૂઆત થાય તે પહેલા ભારતને કેટલીક અભ્યાસ મેચો રમવાની જરૂર પડનાર છે. વાત માત્ર વિશ્વ કપની કરવામાં આવે તો તેના માટે પસંદ કરવામા ંઆવેલા તમામ ખેલાડીઓ પૈકી ૧૨ ખેલાડીઓ આઇપીએલમાં છવાઇ ગયાહતા. જેમાં બોલિંગમાં એકબાજુ જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીની ત્રિપુટી છવાયેલી રહી હતી. આ તમામ ખેલાડીઓએ પોત પોતાની ટીમ તરફથી ભવ્ય દેખાવ કર્યો હતો. હવે આ ખેલાડીઓ વર્લ્ડ કપમાં પણ જારદાર દેખાવ કરવા માટે પ્રયાસ કરશે. આઇપીએલના કારણે વર્લ્ડ કપનો તાજ ભારતને જીતાડવામાં આ તમામની ભૂમિકા રહી શકે છે. આ વખતે રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇÂન્ડયન્સની ટીમ આઇપીએલ-૧૨માં વિજેતા બની હતી. ફાઇનલમાં મુંબઇની ટીમે રોમાંચક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ પર રોમાંચક જીત મેળવી હતી. આની સાથે જ મુબઇ ચોથી વખત આઇપીએલ વિજેતા રહી હતી. ચેન્નાઇની ટીમ હજુ સુધી ત્રણ વખત વિજેતા રહી છે. પહેલા મુંબઇ ઇÂન્ડયન્સ ટીમના દેખાવની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપ ટીમ માટે પસંદ કરવામાં આવેલા ત્રણ ઓલરાઉન્ડર પૈકી બે દ્વારા જારદાર દેખાવ કરવામા ંઆવ્યો છે. જેમાં હાર્દિક પંડ્યાએ ૧૬ મેચમાં ૪૪ રનની સરેરાશ સાથે ૪૦૨ રન કર્યા હતા. પંડ્યાએ ૧૪ વિકેટ પણ લીધી છે. આવી જ રીતે વિજય શંકરે ૧૫ મેચોમાં ૨૪૪ રન કર્યા છે. જા કે તે એક વિકેટ લઇ શક્યો છે. પ્રમાણમાં વિજય શંકરનો દેખાવ નબળો રહ્યો છે. આવી જ રીતે રવિન્દ્ર જાડેજાએ ૧૬ મેચમાં ૧૦૬ રન કર્યા છે અને સાથે સાથે ૧૫ વિકેટ પણ ઝડપી છે. ભુવનેશ્વર કુમારની વાત કરવામાં આવે તો આ ખેલાડીએ ૧૫ મેચમાં ૧૩ વિકેટો ઝડપી છે. આવી જ રીતે બુમરાહે ૧૬ મેચમાં ૧૯ વિકેટ ઝડપી છે. મોહમ્મદ શામીએ ૧૪ મેચમાં ૧૯ વિકેટ ઝડપી છે. બોલરોની વાત કરવામાં આવે તો યુજવેન્દ્ર ચહલ ૧૪ મેચમાં ૧૮ વિકેટ લેવામાં સફળત રહ્યો છે. બીજી બાજુ કુલદીપ ફ્લોપ સાબિત થયો છે. તે નવ મેચમાં ૨૮૬ રન કરી શક્યો છે. જા કે તે વિકેટ માત્ર ચાર જ લઇ શક્યો છે. ટીમ ઇÂન્ડયાના ત્રણ મુખ્ય બોલરો બુમરાહ, ભુવનેશ્વર અને શમીનો દેખાવ શાનદાર રહેતા નવી આશા જાગી છે. આ ત્રણેય બોલરો ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરવામાં સફળ રહ્યા છે. મુંબઇને ચેÂમ્પયન બનાવવામાં બુમરાહની ચાવીરૂપ ભૂમિકા રહી છે. બીજી બાજુ હૈદરાબાદ માટે ભુવીએ પણ શાનદાર દેખાવ કર્યો હતો. બંને બોલરોએ પોત પોતાની ટીમ માટે સારી વિકેટ કાઢી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડપણ તેમનો દેખાવ જારદાર રહ્યો હતો. આઇપીએલની ફાઇનલ મેચ બાદ વિતેલા વર્ષોના સુપરસ્ટાર ખેલાડી સચિન તેન્ડુલકરે પણ બુમરાહની પ્રશંસા કરી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે તે વર્તમાન સમયનો સૌથી શાનદાર બોલર તરીકે છે. જા કે જાણકાર લોકો કહે છે કે બુમરાહ માટે હજુ સારો સમય આવવાનો બાકી રહ્યો છે. આઇપીએલ વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓ માટે ઉપયોગી રહેશે. આ ગાળા દરમિયાન ખેલાડીઓને સતત પ્રેકટીસ કરવાની તક મળી હતી. સાથે સાથે વિશ્વના તમામ સારા ખેલાડીઓની સાથે રમવાનો ફાયદો થયો હતો. હવે વર્લ્ડ કપની શરૂઆત થનાર છે. આઇપીએલની શરૂઆત થયા બાદ છેલ્લા ઘણા દિવસથી ચાહકોમાં ટ્‌વેન્ટી મેચોને લઇને ક્રેઝ રહ્યોહતો. છગ્ગા અને ચોગ્ગાની રમઝટ જાવા મળી રહી હતી. તમામ ક્રિકેટ પ્રેમીઓ રોમાંચિત દેખાઇ રહ્યા હતા અને મેચોની મજા માણી રહ્યા હતા.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *