પૂર્વ પતિ દ્વારા સંબંધ રાખવા પજવણી પ્રશ્ને અંતે ફરિયાદ

News ગુજરાત

યુવતીની અન્ય યુવકની સાથે સગાઇ થઇ જતાં
પૂર્વ પતિએ તેની સાથે સંબંધ ચાલુ રાખવા ભારે દબાણ કર્યું :  અહેવાલ

અમદાવાદ,
શહેરના ગોતા વિસ્તારમાં રહેતી એક યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઇ હોવાછતાં પૂર્વ પતિ દ્વારા તેની સાથે સંબંધ રાખવા થતી પજવણી અને આત્મહત્યાની અપાતી ચીમકીથી કંટાળી યુવતીએ સોલા પોલીસમથકમાં પૂર્વ પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષની યુવતી રસોઇ કરવાનું કામ કરે છે. થોડા વર્ષો પહેલા આ યુવતી રાકેશ નામના યુવકના પ્રેમમાં પડી હતી. બાદમાં તા.૧૬મી ઓગષ્ટ,૨૦૧૬માં પરિવારની જાણ બહાર રાકેશ સાથે યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હતા. પણ લગ્ન બાદ રાકેશ સારી રીતે નહી રાખતા યુવતીએ નોટરી રૂબરૂ છુટાછેડા લઇ લીધા હતા. આ સમયમાં બંને પ્રેમી પંખીડાઓ અંગત પળોના ફોટો પણ પાડ્‌યા હતા. તા.૨જી મે, ૨૦૧૯ના રોજ આ યુવતીની સગાઇ લાડોલ ખાતે થતાં યુવતીએ રાકેશને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. તેમ છતાં જ્યારે આ યુવતી રસોઇ કામ માટે જાય ત્યારે પૂર્વ પતિ રાકેશ તેનો પીછો કરતો હતો અને સંબંધ રાખવા મજબૂર કરતો હતો. આખરે કંટાળીને યુવતીએ સંબંધ રાખવાની ના પાડી દેતા રાકેશએ ફોન પર ધમકી આપી કે, તે અંગત પળોના ફોટો યુવતીના નવા મંગેતરને બતાવી દેશે અને તેમ છતાં પણ તેણી સંબંધ નહી રાખે તો તે આપઘાત કરી લેશે. આ ઘટનાથી ગભરાઇ જઇ યુવતીએ પરિવારને જાણ ન કરી હતી. સોલા પોલીસને જાણ કરતા સોલા પોલીસે યુવતીના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *