પાકિસ્તાનમાંથી ભારતમાં વિદેશનું વિમાન ઘુસી ગયું

News રાજનીતિ

આઈએએફની કાર્યવાહી બાદ ઉતરાણ થયું

જયપુર,
ભારતીય સરહદમાં આજે ખોટા રસ્તાથી ઘુસી ગયેલા એક વિદેશી વિમાનને હવાઈ દળના એર ડિફેન્સ સિસ્ટમે ઈન્ટરસેપ્ટ કર લીધા બાદ તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના લીધે વિમાનને જયપુરમાં ઉતરાણ કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં વિદેશી વિમાન ઘુસી ગયું હતું પરંતુ સાવધાન થયેલા આઈએએફ દ્વારા તેનો પીછો કરીને વિમાનને નીચે ઉતારવાની ફરજ પાડી હતી. આ વિમાન કચ્છના રણમાં Âસ્થત એક એરબેઝના ૭૦ કિલોમીટરના અંતરથી ભારતયી એર સ્પેસમાં પ્રવેશ કરી ગયું હતું. એરબેઝને સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું. તરત જ એરફોર્સ દ્વારા ટીમ મોકલવામાં આવી હતી. જેમાં તપાસ કરવામાં આવી હતી. કાર્ગો વિમાનમાં શું હતું તેને લઈને ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. એરફોર્સના પ્રવક્તા કેપ્ટન ગ્રુપ અનુપમ બેનર્જીએ કહ્યું છે કે બપોરમાં જ્યોર્જિયાના એન-૧૨ વિમાનને કરાંચીથી દિલ્હી માટે મંજુરી મળી હતી પરંતુ વચ્ચે રસ્તો બદલી દેવામાં આવ્યો હતો અને ખોટા રસ્તાથી ઉત્તર ગુજરાતમાં ભારતીય એર સ્પેસમાં પ્રવેશી ગયું હતું. આ વિમાનને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે ડિટેક્ટ કરતા આ વિમાનને ભારતમાં ઉતરાણ કરવાની ફરજ પાડવામાં આવી હતી. જેમ જ આ વિમાન રડાર પર રિફ્લેક્ટ થવાની સાથે જ બે સુખોઈ-૩૦ વિમાનને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ વિમાન તરફથી કોઈ જવાબ ન મળતા ઉત્તેજના વધી ગઈ હતી. જાકે અંતે આ વિમાનને સફળ રીતે ઉતારી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી ભારતીય હવાઈ દળમાં ઘુસી ગયેલું વિદેશી વિમાન આઈએએફની સાવધાનીને કારણે તરત જ તેને જમીન પર ઉતારવાની ફરજ પડી હતી. થોડાક સમય માટે આ ઘટનાક્રમને લઈને ચર્ચા જાવા મળી હતી. માલવાહક વિમાનના કર્મચારીઓની પૂછપરછ પણ કરાઈ હતી.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *