ગર્ભનિરોધક દવાથી કેન્સર

News લાઈફ સ્ટાઇલ સ્વાસ્થ્ય

એલર્ટ :  પ્રોસ્ટેટ કેન્સર થવાનો સીધો ખતરો

બજારમાં ઉપલબ્ધ ગર્ભનિરોધક દવાઓના કારણે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો અનેકગણો વધી જાય છે. અન ઇÂચ્છત ગર્ભને ટાળવા માટે દુનિયાભરમાં કરોડો મહિલાઓ ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરે છે. ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરવાનો પ્રવાહ હાલના વર્ષોમાં વધ્યો છે. આ સંબંધમાં કેટલાક સર્વે કરવામાં આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે આધુનિક પેઢીમાં ગર્ભનિરોધક દવાઓનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી તેની આડ અસર અને ખતરનાક પરિણામો આવી રહ્યા છે. હવે એક નવા અભ્યાસમાં પણ આ બાબત સાબિત થઈ છે કે ગર્ભ નિરોધક દવાઓથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઊભો થઈ જાય છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આનાથી પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થવાનો ખતરો રહેલો છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શંકાના પરિણામ સ્વરૂપે વૈજ્ઞાનિકોએ આ બંને વચ્ચે સંબંધ શું છે તે જાણવા માટે અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરી હતી. કેનેડામાં ટોરન્ટો યુનિવર્સિટીના સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે ગર્ભનિરોધક દવાઓના ઉપયોગ અને પ્રોસ્ટેટ કેન્સરના નવા મામલા તેમજ આના કારણે થતાં મોત વચ્ચે સીધો સંબંધ રહેલો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરનાર મહિલાઓને પણ ઘણી આડઅસર થાય છે. ડાક્ટર ડેવિડ માર્ગેલ અને નીલ ફ્લેશનરે માહિતી આપતા જણાવ્યું છે કે પ્રોસ્ટેટ કેન્સર અને ગર્ભનિરોધક દવાઓ વચ્ચે સંબંધ હોવાની માહિતી જાણવા મળી છે પરંતુ કોઈ નક્કર પરિણામો અથવા તો પુરાવા મળી શક્યા નથી જેથી આગામી દિવસોમાં આને લઈને વધુ અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. જા સ્થતિ સાનુકૂળ રહેશે તો ઝડપથી વધુ લોકોને આવરી લઈને વિસ્તાર પૂર્વક અભ્યાસ કરવામાં આવશે. આધુનિક સમયમાં ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ અનેકગણો વધી ગયો છે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *