ભાજપ ૨૦૧૪ કરતા કમજાર

News રાજનીતિ

વિકાસના બદલે મોદી બોફોર્સની વાત કેમ કરે છે

વર્ષ ૨૦૧૪ની તુલનામાં ભારતીય જનતા પાર્ટીની હાલત આંશિક રીતે ખરાબ થઇ રહી હોવાના સંકેત દેખાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પાંચ તબક્કામાં મતદાન બાદ મોદીએ જે રીતે વિકાસના બદલે બોફોર્સનો મુદ્દો ઉઠાવ્યો છે તે જાતા એમ લાગી રહ્યુ છે કે ભાજપની હાલત ખરાબ છે તેમ મોદી પણ કેટલાક અંશે માની રહ્યા છે. મોદી છેલ્લા પાંચ વર્ષમાં તેમની સરકારની સિદ્ધીઓના મુદ્દે વાત કરવાના બદલે રાષ્ટ્રવાદ, સેના અને અન્ય મુદ્દા પર વાત કરી રહ્યા છે. ભાજપને બોફોર્સ મુદ્દા પર કેમ જવુ પડ્યુ છે તે કેટલાક ઇશારા કરે છે. કોંગ્રેસની નિષ્ફળતાના બદલેમાં ભારતીય જનતા પાર્ટીની પાસે ૬૦ વર્ષના બદલે ૬૦ મહિનાની સિદ્ધી રજૂ કરવાનો સમય છે. ભાજપના લોકો એ મુદ્દાને કેમ રજૂ કરી રહ્યા નથ તેમ કેટલાક લોકો પ્રશ્ન ઉઠાવે છે. સંભવિત રીતે ૨૦૧૯ની એવી ચૂંટણી છે જેમાં વડાપ્રધાન મોદીને તેમની પોતાની જાતિ દર્શાવવી પડી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી તરફથી તેમને જારદાર પડકાર મળી રહ્યો છે. તેની હાલત કમજાર દેખાઇ રહી છે. કારણ કે આ ગઠબંધન જાતિય સમીકરણ પર આધારિત છે. આનાથી લાગે છે કે મોદીને વધારે તાકાત લગાવી દેવાની જરૂર પડી રહી છે. યુપીમાં પ્રયોગ સફળ રહેશે તો ભારતીય જનતા પાર્ટી માટે આવનાર સમય વધારે મુશ્કેલ ભરેલો રહી શકે છે. કારણ કે ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રયોગ કરવામાં આવનાર છે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *