અખરોટનું સેવન બ્લડ પ્રેશર નીચું રાખવામાં મદદરૂપ થાય છે

News લાઈફ સ્ટાઇલ સ્વાસ્થ્ય

નવી દિલ્હી,
નવા પેન સંશોધન મુજબ જો ઓછા ચરબીયુક્ત ભોજનની સાથે અખરોટનું પણ સેવન કરવામાં આવે તો હૃદયરોગનું જોખમ ધરાવતા લોકોનું બ્લડ પ્રેશર નીચું રાખવામાં સરળતા રહે છે. એક રેન્ડમ આધારિત અને નિયંત્રિત ટ્રાયલમાં સંશોધકોએ કેટલાક ચરબીયુક્ત ભોજનના સ્થાને અખરોટનું સેવન કરવાથી થનારા ફેરફાર અંગે સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું કે, જ્યારે સંશોધનમાં ભાગ લેનારા લોકોએ ઓછા ચરબીયુક્ત ભોજનની સાથે દરરોજ અખરોટનું સેવન કર્યું હતું ત્યારે તેમનું બ્લડ પ્રેશર નિયંત્રિત નીચા સ્તરે નોંધાયું હતું. સંશોધનકર્તાઓના મતાનુસાર જ્યારે હૃદય ઉપર દબાણ વધશે છે ત્યારે શરીરના અન્ય અંગો ઉપર તેનું દબાણ આવતી હોય છે. તેને માપવા માટે પરંપરાગત રીતે હાથ દ્વારા માપવું અને વ્યક્તિમાં સંભવિત કાર્ડિયોવેસ્ક્યુલર ડિસિઝ (સીવીડી)ના જોખમ માહિતી પુરી પાડે છે. પેન સ્ટેટ ખાતેના પ્રખ્યાત ન્યુટ્રિશનના પ્રોફેસર પેની ક્રિસ એથર્ટોને કહ્યું કે અખરોટના સેવનથી જ્યારે હૃદય પરનું દબાણ ઘટી જાય છે ત્યારે સીવીડીનું સંભવિત જોખમ પણ ઓછી થઇ જાય છે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *