વધુ બાળક ધરાવતી મહિલા વધુ સમય જીવે છે : રિપોર્ટ

News લાઈફ સ્ટાઇલ સ્વાસ્થ્ય

ઓસ્ટ્રેલિયામાં ચોંકાવનારા અભ્યાસનું તારણ

સિડની ,
ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમા જાણવા મળ્યુ છે કે જે મહિલાઓના બાળકો છે તે મહિલાઓ જે મહિલાઓના બાળકો નથી તે મહિલાઓની સરખામણીમાં વધુ લાંબા સયમ સુધી જીવે છે. આ ઓસ્ટ્રેલિયન અભ્યાસના તારણો પ્રકાશિત કરવામાં આવી ચુક્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે છ અથવા તો વધુ બાળકો ધરાવતી મહિલાઓમાં મોતનું પ્રમાણ બાળકો નહી ધરાવતી મહિલાઓ કરતા ઓછું રહે છે. યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથવેલના નિષ્ણાંત લિયોન સિમોને કહ્યું છે કે અમે આ અભ્યાસના આધાર ઉપર મહિલાઓને છ અથવા વધુ બાળકોને જન્મ આપવાની સલાહ આપી રહ્યા નથી પરંતુ બાળકો હોવાની બાબત મહિલાઓ માટે ચોક્કસપણે ફાયદાજનક છે. અભ્યાસને ટાંકીને સિડની મો‹નગ હેરાલ્ડે આ મુજબનો ધડાકો કર્યો છે. અભ્યાસમાં ૧૨૦૦ પુરુષો અને ૧૫૦૦ મહિલાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલી માહિતીને ધ્યાનમાં લેવામાં આવી હતી. ૬૦ વર્ષની ઉપરની વયની મહિલાઓને પણ આમા આવરી લેવામાં આવી હતી. એસોસીએટ પ્રોફેસર સિમોને કહ્યું છે કે ૪૦ અને ૫૦ વયની વયમાં બાળકોને જન્મ આપી ચુકેલી મહિલાઓમાં તકલીફ ઓછી નજરે પડી છે. આ વયમાં જ મોટાભાગે મહિલાઓ બાળકોને જન્મ આપે છે. જે મહિલાઓને બાળકો નથી તે મહિલાઓની સરખામણીમાં જે મહિલાઓના બે બાળકો છે તે મહિલાઓમાં મૃત્યોનો ખતરો ૧૭ ટકા સુધી ઘટી જાય છે. ત્રણ બાળકો ધરાવતી મહિલામાં આ ખતરો ૨૦ ટકા સુધી ઘટી જાય છે. આ પદ્ધતિ ધીમે ધીમે આગળ વધે છે. એસોસીએટ પ્રોફેસર સિમોને કહ્યું છે કે મહિલાઓની લાઈફ સાથે બાળકોના સંબંધ શું છે તે અંગે જાણી શકાયું નથી. પરંતુ આવા જ તારણો અગાઉ પણ આવી ચુક્યા છે. અભ્યાસમાં એવો સંકેત પણ કરવામાં આવ્યો છે કે વહેલીતકે મોતથી પુરુષોનું પણ બાળકો રક્ષણ કરે છે. વધુ બાળકો હાર્ટઅટેકથી મોતને વધારે છે. પરંતુ કેન્સર અને શ્વાસની તકલીફના કારણે મોતના આંકડાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *