માત્ર ૧૫ મિનિટ હંસવાથી ભરપુર ઉર્જા

News લાઈફ સ્ટાઇલ સ્વાસ્થ્ય

હાસ્ય યોગ ટેન્શનને દુર કરવાના સૌથી સારા ઉપચાર તરીકે છે. આ આરોગ્યની સાથે સાથે ટેન્શનને દુર કરવા માટેના સારામાં સારા તરીકા તરીકે છે. લાફ્ટર યોગની શરૂઆત વર્ષ ૧૯૯૫માં ભારતમાં તબીબ મદન કટારિયા દ્વારા શરૂ કરવામાં આવ્યા બાદ તેની અસરકારકતા સતત વધી છે. દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારના દિવસે આની ઉજવણી કરવામાં આવે છે. વ્યસ્ત જીવનશેલીમાં રહેલા લોકો ટેન્શન, દુવિધા અને અન્ય કારણસર હંસવાનુ ભુલી ગયા છે. આના માટે હાસ્ય યોગ એક દવાની જેમ કામ કરે છે. નિયમંત રીતે ૧૫ મિનિટ સુધી હંસવાના કારણે મÂસ્તષ્કમાં એન્ડોરફિન હાર્મોન પ્રવાહ તીવ્ર બને છે. જે દિવસ દરમિયાન મન મસ્તષ્કને સ્વસ્થ અને આરોગ્યલાયક રાખે છે. હાસ્ય યોગની વાત કરવામાં આવે તો સમગ્ર મોને ખોલીને તેજ સ્વરમાં હાહાનો અવાજ કાઢવામાં આવે છે. આ ગાળા દરમિયાન બંને હાથ ઉપર રાખીને કમર સીધી રાખવામાં આવે છે. એક વખતમાં ૨૦ સેકન્ડ સુધી હંસી શકાય છે. હાસ્ય યોગને અવાજ કાઢ્યા વગર તાલી વગાડીને અને પેટને પકડીને પણ કરવામાં આવે છે. આમાં આંખમાં આંસુ આવી જાય છે. હાસ્ય શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારી દે છે. વિવિધ બિમારીને ટાળવામાં પણ મદદરૂપ થાય છે. આના કારણે વ્યÂક્ત વધારે ખુશ પોતાને અનુભવ કરે છે. નીંદની સમસ્યા ધરાવતા લોકોને પમ ફાયદો થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમા પણ ં જાણવા મળ્યું છે કે ખુશી પેનકિલર જેવું કામ કરે છે. દરેક પ્રકારની પીડાને દૂર રાખવા માટે ખુશી હોવી જરૂરી છે. આરોગ્ય માટે હાસ્ય દવાની જેમ કામ કરે છે. જે રીતે ટેન્શન અથવા તો દુઃખ વ્યÂક્તના આરોગ્ય ઉપર નકારાત્મક અસર કરે છે. તેવી જ રીતે હાસ્ય આરોગ્ય ઉપર હકારાત્મક અસર કરે છે. સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો હાસ્યથી બ્લડમાં વધારો પણ થાય છે. આ સંબંધમાં થોડાક દિવસ પહેલાં જ એક અભ્યાસ કરવામાં આવ્યા બાદ તબીબો એવા તારણો ઉપર પહોંચ્યા હતા કે હાસ્ય પેન કિલર જેવું કામ કરે છે. હાસ્યથી પીડામાં ઘટાડો થાય છે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે આધુનિક સમયમાં ઘણી જગ્યાઓએ લાફ્ટર ક્લબ પણ ચાલી રહી છે. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓમાં પણ સવારમાં અને રાત્રે વિશેષ પ્રકારનું આયોજન હાસ્ય કાર્યક્રમ સાથે યોજવામાં આવે છે. દિલ ખોલીને હસવાથી ઘણી બિમારીઓ પણ દૂર થાય છે. જા કે અભ્યાસમમાં જણાવવામાં આવ્યું છે કે હકારાત્મક અસર કઈ રીતે કરે છે તે અંગે કોઈ નક્કર બાબત જાણવા મળી નથી. આ અહેવાલના તારણોને ઘણા નિષ્ણાંતોએ સમર્થન પણ આપ્યું છે. અભ્યાસ મુજબ થાકના કારણે શરીરમાં એન્ડોફિન નામના હાર્મોનના ફેલાવાની વાત પણ જાણવા મળી છે જે ઊંઘ જેવી અસર કરે છે અને અમે પીડામાં ઘટાડાનો અનુભવ કરવા લાગી જઈએ છીએ. લાફ્ટર ઇઝ એ બેસ્ટ મેડીસીન જેવી વાત અભ્યાસમાં પહેલાં પણ સપાટી ઉપર આવી ચૂકી છે. આ અભ્યાસને હાથ ધરતીવેળા મોટી સંખ્યામાં લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. એવા લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા જે નિયમિત રીતે હાસ્ય અને ખુશીની પ્રવૃત્તિ માટે જુદી જુદી સંસ્થાઓમાં જતા હોય છે. આ ઉપરાંત આવી કોઈ પ્રવૃત્તિ સાથે નહીં સંકળાયેલા લોકોને પણ આમા આવરી લેવામાં આવ્યા હતા ત્યારબાદ સરેરાશ અભ્યાસ બાદ આ તારણો જારી કરવામાં આવ્યા હતા.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *