વર્લ્ડ કપ માટે વિન્ડીઝની ટીમને ઓછી ન આંકવી જોઈએ : ગાંગુલી

News ખેલ જગત

નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે રિકી પોન્ટિંગ ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે મજબૂત દાવેદાર છે. તેમના મતે પોન્ટિંગમાં એ બધી જ લાક્ષણિકતાઓ છે જે એક કોચમાં હોવી જોઈએ.
ગાંગુલીએ કહ્યું કે આ વખતના વર્લ્ડ કપમાં ભારત કે ઓસ્ટ્રેલિયા જેવી ટીમો મજબૂત છે, પણ વિન્ડીઝની ટીમને ઓછી ન આંકવી જોઈએ. હાલમાં એન્દ્ર રસેલ જબરદસ્ત ફોર્મમાં છે. રસેલ, શાઇ હોપ, ક્રિસ ગેઇલ, ઓશન થોમસ અને બીજા ધુરંધર ખેલાડીઓથી ભરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ વર્લ્ડ કપ માટે એક ખતરનાક ટીમ છે. મને લાગે છે કે જે રીતે રસેલ જેવા ખેલાડીઓ રમી રહ્યા છે એ મોટો ઊલટફેર કરી શકે છે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *