સોશિયલ મીડિયામાં નવો ટેન્ડ ધોનીને પીએમ બનાવવાની ઉઠી માંગ,

News ખેલ જગત રાજનીતિ

આજે લોકસભા ચુંટણીનાં ત્રીજા તબક્કાની શરૂઆત થઇ ગઇ છે. લોકસભાની ચુંટણીનું પરીણામ આવતા મહિનાની 23 મે નાં રોજ દેશ સમક્ષ હશે. પરંતુ તે પહેલા મહેન્દ્ર સિંહ ધોનીનાં ઘણા એવા ફેન તેને પીએમ બનાવવાની માંગ ઉઠાવી રહ્યા છે. દેશમાં જ્યા લોકસભાની ચુંટણી ચાલી રહી છે તો બીજી તરફ લોકોનું મનપસંદ ફોર્મેટ IPL પણ ચાલી રહ્યુ છે. શું કહે છે તેના ફેન

Related imageદેેશમાં જ્યા વર્ષ 2014માં મોદી લહેરમાં એક વાક્ય ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ, અબકી બાર મોદી સરકાર. તેવુ જ કઇક ધોનીનાં ફેન વિચારી રહ્યા છે કે અબકી ધોની સરકાર. માહીનાં ફેન અબકી બાર ઇચ્છે છે કે દેશનાં વડાપ્રધાન રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી નહી પણ કેપ્ટન કૂલ કહેવાતા મહેન્દ્ર સિંહ ધોની બને. જેના માટે તેના ફેન ટ્વીટર પર #DhoniForPm હેશટેેગ દ્વારા પોતાની વાત જણાવી રહ્યા છે. ધોનીનાં ફેન તો ત્યા સુધી કહી રહ્યા છે કે મોદી અને રાહુલને છોડી ધોનીને બનાવો વડાપ્રધાન. ઘણા તો એવુ પણ કહી રહ્યા છે કે જે રીતે ધોની મેદાનમાં ટીમનું નેતૃત્વ કરતો દેખાય છે તેને જોતા જો તે વડાપ્રધાન બને તો દેશ કોઇ અલગ દિશા સુધી પહોચી શકશે. જો કે ધોનીનાં ફેન પોતાની ઇચ્છા વ્યક્ત કરી શકે છે પરંતુ તે શક્ય બની શકે તેમ નથી.

 

 

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *