સમાજના જરૂરીયાતમંદ બાળકો માટે શોધન ફાઉન્ડેશન દ્વારા રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

News ઇવેન્ટ

ગાંધીનગર,
સમાજ કલ્યાણ માટે નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરતી સંસ્થા શોધન ફાઉન્ડેશન દ્વારા હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે સમાજના જરૃરીયાતમંદ બાળકો માટે સેક્ટર-૩ શોપીંગ સેન્ટર પાસે તા. ૨૧-૦૩-૨૦૧૯ના રોજ ધૂળેટીના પર્વ નિમિત્તે સવારે ૧૦ થી ૧૧ ક્લાકે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ શુભકાર્યમાં વૈદિક પરિવાર-ગાંધીનગર, રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર, શ્રી જલિયાણ સેવા ગ્રુપ પણ સહયોગી સંસ્થા તરીકે જોડાયેલ.
આ કાર્યક્મમાં શોધન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીએ પોતાની આગવી શૈલીમાં રંગો અને રંગોના મહત્વ વિશે બાળકોને રમૂજપૂર્ણ પ્રશ્નોતરી થકી હોળી – ધૂળેટી પર્વનું મહત્વ સમજાવેલ. જીવનમાં કોઈ એકાદ રંગ ઓછો હોય તો પણ પ્રસન્નતા સાથે અન્ય રંગોથી જીવનને જીવવાનો સુંદર સંદેશ બાળકોને આપેલ. ગાંધીનગરના અગ્રણી સમાજ સેવક શ્રી વિનોદભાઈ ઉદેચાએ પણ બાળકોને રંગોનું મહત્વ અને મેઘધનુષના સાતેય રંગોની માફક જીવનમાં પણ દરેક અંગોનું આગવું મહત્વ છે તેમ સરળ શૈલીમાં સમજાવેલ. બાળકોની જરુરીયાત સમાન આધાર કાર્ડ સહિત અનેક સરકારી લાભોથી વંચિત બાળકોને પણ તે સુવિધા લેવા સમજાવી તેમાં મદદ કરવાની ખાત્રી આપેલ. વૈદિક પરિવારના શ્રી મહેન્દ્રભાઈ ગાંધીએ બાળકોને હોળી – ધૂળેટીના પર્વની સુંદર સમજ આપીને આ પર્વને ભાઈચારાથી ઉજવવા અને એક-મેકને મદદરુપ થવા જણાવેલ અને પ્રસંગોચિત સુદંર વક્તવ્ય રજૂ કરેલ.
સંસ્થા દ્વારા બાળકોને ધાણી, ખજૂર, ચોકલેટ તેમજ ગુલાલ ઉપલબ્ધ કરાવવામાં આવેલ અને બાળકો સાથે ધૂળેટીનું પર્વ ઉજવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી ફિઓના ફર્નાન્ડિસ (મંત્રી – શોધન ફાઉન્ડેશન), શ્રી જલિયાણ સેવા ગ્રુપના શ્રી અમીત હાલાણી, શ્રી સંજયભાઈ ખખ્ખર, શ્રી હિરેન જસાણી (એસ.જે. ફાર્માસ્યુટીકલ્સ), શ્રી ગમનભાઈ પટેલ (વૈદિક પરિવાર), રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના સુશ્રી જયશ્રીબેન ખેતિયા, અગ્રણી સમાજ સેવક શ્રી દિનેશભાઈ પટેલ તેમજ શ્રીમતી નિરુબેન પટેલ, શ્રીમતી ભાવના ઠક્કર, શ્રી પાર્થ ઠક્કર, ચિ. આર્યાના ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહેલ. શ્રી જય ભીમ વિવિધલક્ષી ટ્રસ્ટ – ગાંધીનગરના શ્રીમતી હસુમતીબેન તેમજ સંસ્થાના અન્ય કાર્યકરોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર સહયોગ આપ્યો હતો.

Aajno Yug News Share
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *