ચેતન ભગત એમના નવા પુસ્તક THE GIRL IN ROOM 105 ના પ્રમોશન માટે અમદાવાદનાં મહેમાન બન્યા 

News ઇવેન્ટ
લેખક : ચેતન ભગત

અમદાવાદ,
યુવાનોને ઈન્ડિયન ઇંગ્લિશ ફિક્શન વાંચતા કરનારા લેખક ચેતન ભગત તેમના નવા પુસ્તક “ધ ગર્લ ઇન રુમ ૧૦૫”ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમણે આ પ્રસંગે તેમની લેખન શૈલી અને તેમના નેક્સ્ટ પ્લાન વિશે ચર્ચા કરી હતી. હું આઇઆઇએમ અમદાવાદમાંથી પાસ આઉટ થયો છુ આપણે એક ભારતીય તરીકે આપણા પ્રદેશની દરેક ભાષાને માન આપવું જોઈએ. પછી તે હિન્દી હોય કે ગુજરાતી. હું માનું છું કે આપણે દરેક ભાષાને માન આપીશું તો આપણે જે કહેવા માંગીએ છીએ તે લોકો આપોઆપ સમજશે. દરેક પ્રાદેશિક ભાષાનો એક વર્ગ હોય છે  એ વર્ગ સુધી આપણી વાત પહોંચે તે મહત્વનું છે. મારી આ આઠમી નાવેલ  છે. મારુ કામ રિડર્સને એન્ટરટેઇન કરવાનું છે. આ વખતે મને વિચાર આવ્યો કે હું કઇક નવું ટ્રાય કરું. મારી સ્ટાઈલથી અલગ આ નાવેલ  એક થ્રિલર છે અને સાથે તેમાં એક મર્ડર મિસ્ટ્રી પણ છે. આ નાવેલમાં તમને કશું જ રિપિટેટિવ નહીં લાગે. મારુ આ પુસ્તક ક્રાઈમ સસ્પેન્સ પર આધારીત છે.

Aajno Yug News Share
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *