“નેત્રાલય સુપર સ્પેશિયાલીટી આઈ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક એનજીન્યુઇટી થ્રી – ડી વિઝયુલાઈઝેશન સિસ્ટમ ટુ – વિઝન મશીન ઉપલબ્ધ

News ઇવેન્ટ ગુજરાત લાઈફ સ્ટાઇલ સ્વાસ્થ્ય
Dr Parth Rana

અમદાવાદ,
આંખના પડદાની બીમારીમાં જયારે સર્જરી જ એક ઉપાય હોય છે. ત્યારે આંખના પડદાની બીમારીથી પીડાતા લોકો માટે આનંદના સમાચાર છે. શહેરનાં પરિમલ ચાર રસ્તા પાસે આવેલી “નેત્રાલય સુપર સ્પેશિયાલીટી આઈ હોસ્પિટલ ખાતે આંખના પડદાની જટિલ સર્જરી સરળ બનાવવાની સાથે ઝડપી રિકવરી તેમજ દ્રષ્ટિ પરત આવવાનો સમય પણ ઘટાડી શકાય તેવું અત્યાધુનિક એનજીન્યુઇટી થ્રી – ડી વિઝયુલાઈઝેશન સિસ્ટમ ટુ – વિઝન મશીન ઉપલબ્ધ થયું છે. એટલું જ નહિ, આ હોસ્પિટલને તાજેતરમાં હ્યુમન ઓર્ગન એક્ટ ૧૯૯૪ (૪૨ – ૧૯૯૪) અંતર્ગત કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશન માટે પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. નેત્રાલય સુપર સ્પેશ્યાલીટી આઈ હોસ્પિટલ’ નાં વિટ્ટીઓ રેટિના સર્જન અને દેશના પ્રથમ ઓક્યુલર ટ્રોમા ફેલો ડો. પાર્થ રાણા જણાવે છે કે , રાજ્યની સરકારી કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સૌ પ્રથમવાર “એનજીન્યુઇટી થ્રી – ડી વિઝયુલાઇઝેશન સિસ્ટમ ટુ – વિઝન’ મશીન અમારી હોસ્પિટલમાં ઇનસ્ટોલ કરાયું છે. સામાન્ય રીતે આંખના પડદાની સર્જરા નાના માઈક્રોસ્કોપથી કરાય છે. પરંતુ, અત્યાધુનિક સીસ્ટમથી ૫૫ ઇંચના ટીવી સ્ક્રીનમાં જોઇને ખાસ પ્રકારનાં થી – ડી ચશમા પહેરીને કરાય છે. જેથી આંખનાં પડદાનાં પાછળ કે ખૂણાના ભાગને ૫૫ ઇંચના ટીવી સ્ક્રીનમાં પાંચ ગણો મોટો જોઈ શકાતો હોવાથી સર્જરીમાં ચોક્કસતા વધે છે, જેથી આ આધુનિક મશીન આંખના પડદાનાં દર્દી માટે આશિર્વાદરૂપ સાબિત થશે .

એનજીન્યુઇટી થ્રી – ડીવિઝયુલાઇઝેશન સિસ્ટમટ્ર – વિઝન મશીન શું છે ?
આ અત્યાધુનિક મશીનમાં થ્રી – ડી સ્ટીરિઓસ્કોપિક, હાઇ ડેફિનેશન ડિજીટલ વિડિયો કેમેરા અને વર્ક સ્ટેશન છે. જે માઇક્રો સર્જરી દરમિયાન સર્જનને આંખની વિસ્તૃત સ્ટીરીયોસ્કોપીક ઇમેજ પ્રદાન કરે છે. ચાર પ્રી – સેટ ઈમેજીંગ મોસ, બે ફૂટ સ્વીચ કંટ્રોલ વિકલ્પ, અધતન ટુ – ડી અને શ્રી ડી વિડીયો કેસ્વર અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરેસની વૃદ્ધિ અને પ્રક્રિયા ફ્‌લોમાં સુધારેલી હાઇટ બેલેન્સ પ્રક્રિયા પ્રદાન કરે છે.
આંખનો રાઇનાં દાણા જેટલો ભારા પાંચ ગણો મોટો દેખાય છે :
આધુનિક શ્રી ડી મશીનથી ડિજીટલી આસીસ્ટેડ વિટ્ટીઓ – રેટિનલ સર્જરીમાં ૧૧ મી. મી. આંખની સર્જરી નાના માઈક્રોસ્કોપને બદલે ૫૫ ઇંચનાં ટીવી સ્કીનમાં જોઇને કરાય છે, તેમજ સર્જન વિશેષ પ્રકારનાં થ્રી – ડી ચશમા પહેરીને સર્જરી કરતાં હોવાથી આંખની પાછળનાં કે ખૂણાની રાઈના દાણા જેટલો ભાગ પાંચ ગણો મોટો અને સ્પષ્ટ રીતે જોઈ શકાતો હોવાથી સર્જરીમાં ચોક્કસતા વધે છે, સર્જરી માટે સ્પે. સાધનો અને ઇન્ફાસ્ટ્રકચરની સાથે સર્જનની સકલ કીલને લીધે ઇન્ટ્રા ઓપરેટિવ કોમ્પલીકેશન ઓછા થશે.
સર્જરી પછીના કોમ્પલીકેશન અને દ્રષ્ટિપરત આવવાનો સમય ઘટશે :
આંખના રોગનું નિદાન અને તકલીફ પ્રમાણે સર્જરી બાદ દરેક દર્દીમાં નાના મોટા કોમ્પલીકેશન થાય છે. જેમાં આંખ લાલ થવી, આંખમાં દુખાવો અને આંખમાંથી પાણી નીકળવા જેવી તકલીફોમાં ૩૦થી ૫૦ ટકા ઘટાડો થશે. તેમજ સર્જરી બાદ દર્દીને ૨૦થી ૩૦ દિવસને બદલે ઝડપી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
આંખના કયા રોગોમાં ઉપયોગી :
આંખનો પડદો ખસી જવો, આંખનાં પડદા આગળ લોહી આવી જવું (વિટ્રીયસ હેમરેજ), ડાયાબીટીસથી આંખનાં પડદા પર થતી અસર (એડવાન્સ ડાયાબીટીસ રેટાઈનોપથી), કોઇપણ કારણોસર આંખમાં પરુ થવું (એન્ડોફથેલમાઇટીસ) તેમજ મોતિયાની (ફેકો) સર્જરી દરમિયાન મોતિયો પાછળનાં પડદા પર પડી જવો (ન્યુક્લિયસ ડ્રોપ) સહિતના રોગોમાં ઉપયોગી છે.

Aajno Yug News Share
 • 34
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  34
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *