સારાગઢીના યુદ્ધ પર આધારિત ફિલ્મ “કેસરી”ની સ્ટાર કાસ્ટ અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા અમદાવાદના મહેમાન બન્યાં

News ઇવેન્ટ મનોરંજન

અમદાવાદઃ
બેટલ ઓફ સારાગઢી (૧૮૯૭માં ૨૧ શીખ સૈનિકોએ ૧૦,૦૦૦ અફઘાન મિલિટ્રી સામે લડત આપી હતી) પર આધારિત ફિલ્મ “કેસરી”ના પ્રમોશન અર્થે સુપરસ્ટાર અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા અમદાવાદના મહેમાન બન્યાં હતા. આ એક એક્શન-વૉર ફિલ્મ છે, જેનાં ડાયરેક્ટર અનુરાગ સિંહ છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર હવાલદાર ઈશર સિંહના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા સારાગઢીના યુદ્ધ પર આધારિત છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અક્ષય છ કિલોની પાઘડી પહેરીને યુદ્ધ કરતાં જોવા મળશે. અક્ષયે આ પાઘડી પહેરવા માટે પોતાના વાળ પણ કપાવ્યા કે જેથી પાઘડી પહેરવામાં કોઈ પરેશાની ન થાય. આ ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવેલ ડાયલોગ્સ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે.
Related imageફિલ્મ વિશે વાત કરતાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે, “કેસરી ફિલ્મ એ વીરતા, બલિદાન અને બહાદૂરીની અત્યાર સુધી ક્યારેય સામે ન આવેલી વાર્તા છે. આ ફિલ્મ ૧૮૯૭માં થયેલ બેટલ ઓફ સારાગઢી પર આધારિત છે. વિશ્વના ૫ મોટા યુદ્ધમાં સારાગઢી યુદ્ધનો સમાવેશ થાય છે. બહુ ઓછા લોકો સારાગઢી યુદ્ધ વિશે જાણે છે. આ ફિલ્મને શાળામાં અભ્યાસ કરતાં બાળકોને બતાવવાંમાં આવે એવી મારી આશા છે.” કેસરી ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પરિણીતી ચોપરા પણ મહત્વના રોલમાં જોવા મળશે. કરણ જોહર અને હીરુ જોહરે પોતાના ધર્માં પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, જે સમગ્ર ભારતના સિનેમાઘરોમાં ૨૧ માર્ચ, ૨૦૧૯ના રોજ રિલીઝ થશે.

Aajno Yug News Share
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *