ગુજ્જુ ગાયિકા ગીતાબેન રબારી ને સ્ક્રીન એન્ડ સ્ટેજ સ્પેશિયલ એવોર્ડ એનાયત

News ઇવેન્ટ મનોરંજન

મુંબઈઃ
કોઈપણ ક્ષેત્રના મહાનુભાવો પોતામાં રહેલ આગવી પ્રતિભાથી વિશ્વસ્તરે નામના મેળવતાં હોય છે. તેવા મહાનુભાવોની શરૂઆત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાની બોલવાની છટા તેમજ કાર્યશૈલીથી દુનિયામાં ભારતનું નામ ગાજતું કર્યુ છે. એ જ રીતે સિનેજગતમાં ”મહાનાયક” બીગ–બી અમિતાભ બચ્ચન કે જેને ભાગ્યે જ જણ બચ્ચો નહિં ઓળખતો હોય. સચિન તેદુંલકર વિશ્વ લેવલે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખ મળી છે.
સુ. શ્રી લતા મંગેશકર કે જેઓને ”માં સરસ્વતી”નું બીજુ સ્વરૂપ માનવામાં આવે છે. જયાં સુધી એવી પ્રતિભાઓની ગુજરાત લોક સંગીતની વાત કરીએ તો પદમશ્રી સ્વ. શ્રી દિવાળીબેન ભીલ પછી જો કોઈએ ગુજરાતી લોકગાયિકામાં ભારત અને વિશ્વસ્તરે નામના મેળવવી હોય તો આ યશ ગુજરાતનું ઘરેણું અને કચ્છી કોયલ ગીતાબેન રબારીના ફાળે જાય છે.
જેનું કારણ એ છે કે, એમના એક ગીત ”રોણા શહેર માં” એ માત્ર બે વર્ષની અંદર યુ–ટયુબ પર ધુમ મચાવી રર કરોડ લોકોએ આજની તારીખે જોયું છે. તેમની આ સિધ્ધિ નજરે મુંબઈમાં યોજાયેલ ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડઝ–ર૦૧૮ અંતર્ગત તેમની વિશ્વસ્તરની સિધ્ધિને નજર સમક્ષ રાખી વિશેષ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
અન્ય એવોર્ડઝથી હિતુ કનોડીયા, મીના થીબા, ચંદન રાઠોડ, કોમલ ઠકકર, ભકિત કુંબાવત, જાનકી વૈધ, જીગરદાન ગઢવી વિગેરે કલાકારોને સન્માનીત કરવામાં આવ્યા હતા.
વિશેષ એવોર્ડ મળ્યા બાદ પોતાના પ્રતિભાવ આપતાં ગીતાબેન રબારીએ જણાવ્યુ હતું કે, આ સન્માન મારું નહિ, પણ ગુજરાતની દિકરીનું સન્માન છે. એ માટે હું ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજના આયોજકોની તો આભારી તો છું જ પણ સાથો સાથ મારા તમામ પ્રસંશકો કે જે દેશ વિદેશમાં રહી મારા લોકગીતો સાંભળે છે. અને મારું નામ વિશ્વસ્તર સુધી ઉજાગર કરે છે.
આ ટ્રાન્સમીડીયા સ્પેશીયલ એવોર્ડઝ ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડઝ –ર૦૧૮ મુંબઈના જાસ્મીનભાઈ શાહ, અભિલાષ ઘોડા, પિયુષ સોલંકી, કરણ ઘોડા, દિપક અંતાણી, પરેશ દેસાઈ તથા તેમની ટીમે આ એવોર્ડ સમારોહનુંં આયોજન કરેલ. આ પ્રસંગે પેન ઈન્ડસ્ટ્રીઝ ફિલ્મ કંપનીના ઓનર જયંતીલાલ ગડા તેમજ મુંબઈ નગરીના જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિજેતાઓને એનાયત કરવામાં આવ્યા હતા.
ભારતની પ્રથમ ગુજરાતી લોકગાયિકા તરીકે ગીતાબેને વિશ્વરેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી વિશ્વસ્તરે તેમની નામના થતાં ગુજરાત રાજયના રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહીર, સાસંદ શ્રી વિનોદભાઈ ચાવડા, પૂર્વ નગરપતિ શ્રી શંકરભાઈ સચદે, રબારી સમાજના અગ્રણી શ્રી અરજણભાઈ રબારી, હીરાભાઈ રબારી, ભુજ તાલુકા પંચાયતના માજી ચેરમેન જેમલભાઈ રબારી, સદસ્ય વિનોદભાઈ વરસાણી, એન.આર.આઈ. ફેસ્ટિવલ કાઉન્સીલ તથા એસ.વી. ઈન્ટરનેશનલ પ્રોડકશનના ચેરપર્સન્સ હર્ષદભાઈ ઠકકર તથા વિનોદભાઈ ગોરસીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Aajno Yug News Share
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *