શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન આયોજિત શ્રી ક્ચ્છ વાગડ મહાજન ટ્રસ્ટ, અમદાવાદ યજમાનિત ૨૨ મો સમૂહ લગ્નોત્સવ શ્રી અમદાવાદ ખાતે ધામધૂમથી ઉજવણી થઇ

News ઇવેન્ટ

 

અમદાવાદ,
તારીખ :  ૨૫.૦૨.૨૦૧૯ સોમવારના રોજ શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન આયોજિત શ્રી ક્ચ્છ વાગડ મહાજન ટ્રસ્ટ, અમદાવાદ યજમાનિત ૨૨ મો સમૂહ લગ્નોત્સવ શ્રી ભાગવત વિદ્યાપીઠ સંકુલ, સોલા, અમદાવાદ ખાતે ધામધૂમથી ઉજવાઈ ગયો. આ સમૂહ લગ્નમાં પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવાના હેતુથી પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહા પરિષદ તથા પર્યાવરણ સમિતિ શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા ૭ નવયુગલોને તુલસીનો છોડ આપવામાં આવ્યો. તથા નવ દંપતિ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને તેમને લગ્નના દિવસે વૃક્ષ વાવવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ સમૂહ લગ્નના મંડપમાં પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહા પરિષદ દ્વારા ચાલતા વિવિધ અભિયાનો જેવા કે વૃક્ષ વાવો ધરતી બચાવો, પાણી બચાવો જીવન બચાવો, અન્ન બચાવો જીવન બચાવો પર્યાવરણ બચાવો,Say no to Plastic (પ્લાસ્ટકનો ઉપયોગ ટાળો) વગેરેની સ્ટેન્ડી મુકીને આ સમૂહ લગ્નમાં આવનાર વ્યક્તઓને પર્યાવરણ બચાવવા માટે
પ્રોત્સાહિત કર્યા. લગ્નોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું.
જેમાં પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદના અધ્યક્ષ શ્રી કીરીટભાઈ ભીમાણી, શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ગીરીશભાઈ રૈયા, શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ તથા શ્રી લોહાણા મહાપરિષદના મંત્રી શ્રી હિમાંશુભાઈ ઠક્કર, પર્યાવરણ સમિતિ શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના ચેરમેન શ્રી વી. આર. ગોપાણી, પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદના ગુજરાત ટીમના ઉપાધ્યાક્ષ શ્રી નીલેશ ઠક્કર, શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ શ્રી બાબુભાઈ રતાણી, શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ અમદાવાદના પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ મજીઠીયા, લગ્નવેદીના મુખ્ય આચાર્ય શાસ્ત્રીશ્રી મિતેશભાઇ જાષી, પર્યાવરણ સમિતિના સભ્ય શ્રી મુકેશભાઇ ઠક્કર, શ્રી મેહુલભાઇ ઠક્કર, શ્રી મધુકરભાઇ મજીઠીયા, શ્રી રાજેન્દ્રભાઇ પોપટ, શ્રી નીતીનભાઇ હાલાણી, શ્રી રોહીતભાઇ મીરાણી, શ્રી સંજયભાઇ ચંદે, શ્રી ભોપાભાઇ ઠક્કર તથા અગ્રણી લોહાણા શ્રેષ્ઠીઓ, શ્રીમતી માનસીબેન ભાવીનભાઇ આચાર્ય તથા મહીલાશ્રીઓ આ અભિયાનમાં જાડાયા હતા.

આ કાર્યક્રમમાં પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહા પરિષદના અધ્યક્ષશ્રી કીરીટભાઈ ભીમાણી, પર્યાવરણ સમિતિ શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના ચેરમેન શ્રી વી. આર. ગોપાણી, પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ ગુજરાત ટીમનાં ઉપાધ્યાક્ષ શ્રી નિલેશ ઠક્કર, મંત્રી શ્રી નરોત્તમભાઈ ઠક્કર વિગેરેનાં માર્ગદર્શન તથા પુરી જહેમતથી આ સમગ્ર
પર્યાવરણ બચાવવાનો કાર્યક્રમ કરવામાં આવેલ.
આ પર્યાવરણ બચાવો ના કાર્યક્રમને સફળ બનાવવા માટે તથા પ્રોત્સાહિત કરવા માટે પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહા પરિષદ શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનનાં પ્રમુખ શ્રી ગીરીશભાઈ રૈયા, તત્કાલીન પ્રમુખ શ્રી ધીરુભાઈ ઠક્કર (પંપવાળા), શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદનાં પ્રમુખ તથા શ્રી લોહાણા મહાપરિષદના મંત્રી શ્રી હિમાંશુભાઈ ઠક્કર, મહામંત્રીશ્રી નવીનભાઈ ઠકકર, શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદનાં પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઇ મજીઠીયા તથા સમૂહ લગ્નનાં કન્વીનર શ્રી હર્ષદભાઈ ઠક્કર, ચેરમેન શ્રી વીનીતભાઈ મજીઠીયા, મંત્રીશ્રી મુકેશભાઈ હાલાણી તથા સમગ્ર ટીમનો શ્રી કીરીટભાઈ ભીમાણીને સ્મૃતિપત્ર આપી સન્માન કરવા બદલ આભાર માને છે.

Aajno Yug News Share
 • 81
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  81
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *