સુરતમાં દેશનું પ્રથમ ૫૦ મીટર લાંબુ ટનલ એક્વેરિયમ બનાવવા કવાયત

News ગુજરાત

સુરત
સ્માર્ટ સિટીની દોડમાં આગળ વધી રહેલા સુરતમાં ગોપીતળાવ, બોટોનીકલ ગાર્ડન, એક્વેરીયમ બાદ હવે પાલમાં ટનલ એક્વેરીયમ બનાવવાની દિશામાં કવાયત શરુ થઇ છે. વિદેશોમાં બન્યા છે તેવા ટનલ એક્વેરીયમનો લહાવો સુરતીઓને ઘર આંગણે જ મળી રહેશે. મહાનગરપાલિકા તંત્રએ આ માટે ફિઝીબીલીટી રિપોર્ટ મગાવવાનું શરૃ કર્યું છે.સુરતમાં પાલ ખાતે મહાનગરપાલિકાએ બનાવેલું ફિશ એકવેરીયમ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ગણતરીના ફિશ એકવેરીય પૈકીનું એક છે. આ એકવેરીયમની સાથે જ ટનલ એકવેરિયમ બનાવવા કવાયત ચાલી રહી છે. તે માટે પ્રથમ ચરણમાં આ જગ્યા પર ટનલ એક્વેરિયમ બનાવી શકાય કે નહીં તે ચકાસવા ફિઝીબીલીટી રિપોર્ટ વિવિધ જગ્યાએથી મગાવાય રહયા છે. ટેકનીકલ રીતે આ પ્રોજેક્ટ અહી શક્્ય છે કે કેમ ? તે અંગેનો રિપોર્ટ પોઝીટીવ આવશે તો આ પ્રોજેક્ટ સાકાર કરાશે.ગુજરાતમાં આ પ્રકારનો પ્રોજેક્ટ પ્રથમ અને અનોખો બની રહેશે. મ્યુનિ.ના ઝુ સુપ્રિન્ટેન્ડેન્ટ પી.જી. મહેતાએ જણાવ્યું કે, ટનલ એકવેરીયમ અંગે અંગે પાલિકા પહેલેથી જ વિચારણા હતી પણ ફિશ એક્વેરીયમ પ્રોજેક્ટની સફળતા પણ તેનો દારોમદાર હતો. ટનલ એક્વેરીયમ પ્રોજેક્ટ હાલ પ્રથમ તબક્કામાં છે.ફિઝીબીલીટી રિપોર્ટ બાદ આવા પ્રોજેક્ટમાં કામ કરી ચુકેલી એજન્સીઓ જાડે ચર્ચા-વિચારણા કરાશે. ત્યારબાદ બાદ ખર્ચ કેટલો થશે તે મુદ્દો પણ ધ્યાને લેવાશે. પ્રોજેક્ટ મોટો છે અને ખર્ચ પણ ઘણો થાય તેમ હોવાથી બધી શક્્યતાઓ પર વિચારણા બાદ પ્રોજેક્ટને પીપીપી (પબ્લીક પ્રાઇવેટ પાર્ટનશીપ) ધોરણે જ સાકાર કરાશે.આ પ્રોજેક્ટમાં ટનલ ૫૦ મીટર લાંબી ૧૬ મીટર પહોળી અને છ મીટર ઉંચી હશે. બહારથી આરસીસીની દિવાલ હશે અને અંદર એક્રેલીક ગ્લાસની સુરંગ બનાવાશે. ચારેય બાજુ ૪૦ લાખ લીટર પાણી રાઉન્ડ ધી ક્લોક રહેશે. આ પાણીમાં તરતી માછલીઓ મુલાકાતીઓને તેઓ સમુદ્રમાં હોય તેવો અહેસાસ થશે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *